અમરેલી જિલ્લામાં દોઢ મહિનાથી વરસાદ ન પડતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. પાણીના અભાવે કપાસ અને મગફળી સહિતના ઉભા પાક સુકાઈ રહ્યા છે. લાખો રૂપિયાના ખર્ચે ઉગાડેલો પાક નિષ્ફળ જવાની ભીતિ વચ્ચે સાવરકુંડલાના ખેડૂત મગનભાઈ ડોબરીયાએ પોતાના ૧૫ વીઘાના ખેતરમાં ગાયોને ચરવા માટે છોડી દીધી હતી. પાક બચાવવા કરેલી મહેનત નિષ્ફળ જતા ખેતરમાં હવે ઉભા પાકની જગ્યાએ પશુઓ ચરતા જોવા મળી રહ્યા છે.







































