ગમાપીપળિયા ગામે વરસાદ માટે વરુણદેવને રીઝવવાના હેતુથી સત્યનારાયણ ભગવાનની સમૂહ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક પ્રસંગમાં ગામના સમસ્ત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કથાકાર દ્વારા સત્યનારાયણ ભગવાનની કથાનું ભાવપૂર્વક વર્ણન કરવામાં આવ્યું હતું, જેને ગ્રામજનોએ શ્રધ્ધાપૂર્વક સાંભળી કથાનું રસપાન કર્યું હતું. ગામમાં સુખ, શાંતિ અને સારો વરસાદ થાય તેવી પ્રાર્થના સાથે ધાર્મિક વાતાવરણમાં કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.








































