ભીલડી ગામથી ચિતલ વચ્ચે ફોર વ્હીલ ચાલક બાઈક સવારને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. ભીલડી ગામે રહેતા ક્રિશભાઇ રાજેશભાઇ કરડ (ઉ.વ.૨૦)એ ફોર વ્હીલ ચાલક સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના ભત્રીજાના હવાલાવાળું મોટરસાયકલ તેમનો ભત્રીજો ચલાવતો હતો અને તેઓ પાછળ બેઠા હતા. ભીલડી ગામથી ચિતલ જતા હતા ત્યારે સેલા હનુમાન મંદિર તથા વિહા આપા ડેરની જગ્યા વચ્ચે પહોંચતાં સામેથી આવેલી ફોર વ્હીલે ટક્કર મારી હતી. જેમાં તેમને કમરે તથા ડાબા હાથે ફ્રેક્ચર થયું હતું, તેમજ તેમના ભત્રીજાને માથાના ભાગે ઈજાઓ તથા કમરના ભાગે અને બંને હાથે-પગે ફ્રેક્ચર તેમજ શરીરે નાની-મોટી ગંભીર ઈજાઓ પહોંચાડી વાહન મૂકી નાસી ગયો હતો. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ કે.જી. ગોહીલ વધુ તપાસ કરી રહ્યા છે.