રાજુલાના માંડળ ગામે રૂ. ૪.૩૦ લાખના સોનાના દાગીનાની ચોરી થતાં ચકચાર મચી ગઈ છે. આ અંગે સડથાભાઈ નનાભાઈ નકુમ (ઉં.વ. ૫૦)એ અજાણ્યા ઈસમ સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના ઘરના રૂમમાં રાખેલી લોખંડની
આભાર – નિહારીકા રવિયા અનાજ ભરવાની પેટીમાંથી સોનાના દાગીનાની ચોરી થઈ છે.ચોરાયેલા દાગીનામાં રૂ. ૨,૦૦,૦૦૦ની કિંમતની સોનાની ૮ વીંટીઓ (દરેક આશરે ૩ ગ્રામ), રૂ. ૫૫,૦૦૦ની કિંમતની સોનાની બુટ્ટીની એક જોડી (આશરે ૧ તોલો) અને રૂ. ૧,૭૫,૦૦૦ની કિંમતનો સોનાનો ચેન તથા પેન્ડલ (કુલ આશરે ૧૩ ગ્રામ) મળીને કુલ રૂ. ૪,૩૦,૦૦૦ના ઘરેણાંનો સમાવેશ થાય છે.કોઈ અજાણ્યો ચોર ઈસમ રૂમના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ્યો હતો અને અનાજની પેટીમાં રાખેલા દાગીના ચોરીને ફરાર થઈ ગયો હતો. આ અંગે ડુંગર પોલીસ સ્ટેશનના પી.આઈ. વી. એસ. પલાસ વધુ તપાસ ચલાવી રહ્યા છે.