સાવરકુંડલાના દેવળા ગેઈટ ખાતે શ્રી કૃષ્ણ જન્મ મહોત્સવ સમિતિ દ્વારા જન્મોત્સવ-૨૦૨૬ની ભવ્ય અને ઐતિહાસિક ઉજવણી કરવામાં આવી હતી. આ બે દિવસીય મહોત્સવમાં સાધુ-સંતો, દાતાઓ અને હજારો ભક્તો ઉમટી પડ્‌યા હતા. કાર્યક્રમના પ્રથમ દિવસે ૩ સપ્ટેમ્બરના રોજ રાત્રે ઠાકોરજીના અલૌકિક શણગાર દર્શન યોજાયા હતા. ૪ સપ્ટેમ્બરના રોજ સવારે વિશેષ પૂજન અને બપોરે વિવિધ વાનગીઓ સાથે અન્નકૂટ દર્શનનું આયોજન કરાયું હતું. રાત્રે અમરેલીના હરિહર ડાન્સર્સ ગ્રુપ દ્વારા સાંસ્કૃતિક ‘શ્યામોત્સવ’ રજૂ કરવામાં આવ્યો હતો. મધ્યરાત્રિએ ૧૨ વાગ્યે શ્રીકૃષ્ણ જન્મોત્સવની લાઈવ ઝાંખી અને મટકી ફોડનો ઉત્સવ યોજાયો હતો. ત્યારબાદ ૧૫૧ કિલો કલર સાથે રંગોત્સવ અને સમૂહ મહાઆરતી યોજાઈ હતી. મહાઆરતી બાદ લકી ડ્રો યોજી ૧૧ વિજેતાઓને ચાંદીના અને એક વિજેતાને સોનાનો સિક્કો અર્પણ કરાયો હતો. સેવાભાવી કાર્યકરો અને નગરજનોના ઉત્સાહ વચ્ચે આ મહોત્સવ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.