રાજુલાના મોરંગી ગામે ખોટી ફરિયાદ કરવાના મનદુખમાં છરી બતાવવામાં આવી હતી. આ અંગે મોટા મોભીયાણા ગામના શૈકતઅબ્બાસ મહમદહુસેન નકવી (ઉ.વ.૪૭)એ જનકભાઇ મોહનભાઇ સોલંકી સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેઓ મોરંગી ગામે જેન્તીભાઇ દેવજીભાઇ વાયલુના ઘરના વડલા પાસે ઉભા હતા. આરોપી તેમના કૈટુંબીક સભ્યો ઉપર અવાર નવાર ખોટી ફરીયાદો કરી તેમને હેરાન પરેશાન કરતો હતો. જેથી તેમણે તેની વિરૂધ્ધમા ડુંગર પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી.જે બાબતનુ મન દુઃખ રાખી જનકભાઇએ તેને ગાળો આપી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ડુંગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ એલ ભેરડા વધુ તપાસ કરી રહ્યા છે.









































