અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મંત્રી કૌશિક વેકરિયાના અધ્યક્ષસ્થાને ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત જિલ્લાના હોદ્દેદારો સાથે બેઠક યોજાઈ હતી. બેઠકમાં અભિયાનને વધુ અસરકારક બનાવવા, કાર્યકરોની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવા તથા જનસેવાના વિવિધ કાર્યોને આયોજનબધ્ધ રીતે આગળ વધારવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. સેવા, સંગઠન અને જનસંપર્કના સંકલ્પ સાથે કામગીરીને વધુ વેગ આપવાનો નિર્ધાર કરાયો હતો. મંત્રી કૌશિક વેકરિયાએ કાર્યકરો સાથે વ્યક્તિગત પરિચય જાળવી નાનામાં નાના કાર્યકરને પણ જરૂરી સમયે સાથ, સહકાર અને માર્ગદર્શન મળતું રહે તે માટે ભાર મૂક્યો હતો.









































