વડિયા-કુંકાવાવ તાલુકા યુવા ભાજપ દ્વારા વડિયા ગામની સુરગવાળા સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે ભાજપ યુવા મોરચાના ‘વંદે માતરમ્ યુવા ઉદ્ઘોષ અભિયાન’ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તાલુકા પંચાયત કારોબારી ચેરમેન તુષારભાઈ ગણાત્રા, દંડક પ્રતિનિધિ હરેશભાઈ રાદડિયા, યુવા ભાજપ પ્રમુખ પ્રતિકભાઈ હરખાણી સહિત જીગરભાઈ સેજપાલ, પાર્થભાઈ હરખાણી, વિરદીપભાઈ ગાગીયા, અશ્વિનભાઈ મહેતા, અલ્તાફભાઈ મોગલ, આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ સાથે મળીને સંપૂર્ણ ‘વંદે માતરમ’ ગાન કરી રાષ્ટ્રભક્તિ અને માતૃભૂમિ પ્રત્યે સમર્પણ વ્યક્ત કર્યું હતું.








































