હળવદ નગરપાલિકા કચેરીમાં ગટર ઉભરાવાની સમસ્યાને લઈને થયેલા વિરોધ બાદ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. પાલિકા કચેરીનું શટર બહારથી બંધ કરી દેવામાં આવ્યું હોવાના આક્ષેપ બાદ આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ સહિત ત્રણ લોકો સામે ગુનો નોંધાયો છે. આ દરમિયાન કચેરીની અંદર બે મહિલા સફાઈ કર્મચારીઓ હાજર હોવાનું અને શટર બંધ થઈ જતાં તેઓ અંદર ફસાઈ ગયાનું ફરિયાદમાં જણાવાયું છે. લાંબા સમય સુધી બહાર ન નીકળી શકતાં બંને કર્મચારીઓને ગભરામણ તથા છાતીમાં દુખાવાની તકલીફ થઈ હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.
હળવદની સિદ્ધિવિનાયક સોસાયટી વિસ્તારમાં ગટર ઉભરાવાની સમસ્યાને લઈને સ્થાનિકોમાં રોષ જાવા મળ્યો હતો. સમસ્યાના ઉકેલની રજૂઆત કરવા સ્થાનિકો અને રાજકીય આગેવાનો નગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા. રજૂઆત દરમિયાન મામલો ઉગ્ર બન્યો હોવાનો આરોપ છે. આ સમયે નગરપાલિકા કચેરીનું શટર બહારથી બંધ કરી દેવામાં આવ્યું હતું.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, શટર બંધ કરવામાં આવ્યું ત્યારે નગરપાલિકા કચેરી ની અંદર બે મહિલા સફાઈ કર્મચારીઓ હાજર હતાં. બહારથી શટર બંધ થઈ જતાં બંને કર્મચારીઓ અંદર ફસાઈ ગયાં હતાં. બંધિયાર જગ્યામાં લાંબો સમય રહેવાના કારણે બંને મહિલાઓ ગભરાઈ ગયાં હતાં. તેમને શ્વાસ લેવામાં તકલીફ સાથે ગભરામણ અને છાતીમાં દુખાવો ઉપડ્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઘટનાને કારણે પાલિકા કચેરી ખાતે Âસ્થતિ વધુ ગંભીર બની હોવાનું જણાવાયું છે.આ સમગ્ર મામલે નિસર્ગ ધામેચા દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદના આધારે પોલીસે આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ ચંદુ મોરી, તેમજ પારસ મહેતા અને પ્રશાંત ચાવડા સામે ગુનો નોંધ્યો છે. પોલીસે સરકારી કર્મચારીઓની ફરજમાં રૂકાવટ સહિતની લાગુ પડતી કલમો હેઠળ તપાસ શરૂ કરી હોવાનું જણાવાયું છે.ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ત્રણેય આરોપીઓની અટકાયત માટે કાર્યવાહી શરૂ કરી હોવાનું જાણવા મળે છે. સમગ્ર ઘટનામાં કચેરીનું શટર કયા સંજાગોમાં બંધ કરવામાં આવ્યું, કોણે બંધ કર્યું અને તે સમયે અંદર રહેલા કર્મચારીઓની સ્થિતિ શું હતી તે સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે.એક તરફ સિદ્ધિવિનાયક સોસાયટીના રહીશો ગટર ઉભરાવાની સમસ્યાના કાયમી ઉકેલની માગ કરી રહ્યા છે, તો બીજી તરફ વિરોધ દરમિયાન બનેલી ઘટનાને પગલે પોલીસ ફરિયાદ નોંધાતા મામલો વધુ ગરમાયો છે. હવે પોલીસ તપાસમાં સમગ્ર ઘટનાની હકીકત અને જવાબદારી કોની છે તે સ્પષ્ટ થશે. હાલ ત્રણેય વ્યÂક્તઓ સામે ફરિયાદ નોંધાઈ છે, જ્યારે આરોપો અંગેનો અંતિમ નિર્ણય તપાસ અને કાયદાકીય પ્રક્રિયા બાદ જ થશે.