દિવાળીના તહેવાર નિમિત્તે અમરેલી તાલુકામાં હંગામી ફટાકડા વેચાણ કરવા ઇચ્છુક વેપારીઓએ લાયસન્સ મેળવવા તા. ૮ ઓક્ટોબર, ૨૦૨૬ સુધીમાં સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની કચેરીમાં અરજી કરવાની રહેશે. ફટાકડાના વેચાણ સ્થળે રહેણાંક મકાન તથા અન્ય સ્થળોથી ઓછામાં ઓછું ૫૦ મીટરનું અંતર રાખવાનું રહેશે. સ્ટોલ આસપાસ જ્વલનશીલ પદાર્થો ન રાખવા તથા સુરક્ષાના નિયમોનું પાલન કરવાનું રહેશે. અરજદારે ફોર્મ એ.ઈ.૦૫માં સંપૂર્ણ વિગતો સાથે સ્થળનો નકશો ત્રણ નકલમાં રજૂ કરવાનો રહેશે. અરજી પર રૂ.૩ની કોર્ટ ફી સ્ટેમ્પ તથા રૂ.૯૦૦ની લાયસન્સ ફીની ચલણ નકલ જોડવાની રહેશે. માલિકી અથવા ભાડા હક્કના પુરાવા પણ જોડવાના રહેશે. અધુરી અરજી ધ્યાને લેવાશે નહીં.







































