શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ તથા અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કમાણી સાયન્સ એન્ડ પ્રતાપરાય આટ્‌ર્સ કોલેજ ખાતે બહેનો માટે સ્તન કેન્સર અંગે જાગૃતિ સેમિનાર યોજાયો હતો. Cancer Awareness Program અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં “Educational Awareness of Breast Cancer – Screening and Early Diagnosis” વિષય પર માર્ગદર્શન અપાયું હતું. ડા. સ્નેહલ વસૈયા અને ડા. ઉર્વશી સુરાણી દ્વારા સ્તન કેન્સરના કારણો, જોખમી પરિબળો, પ્રારંભિક લક્ષણો, સ્ક્રિનિંગ તથા વહેલા નિદાનનું મહત્વ સમજાવાયું હતું. ગાંઠ, કદ-આકારમાં ફેરફાર અને ત્વચામાં થતા ફેરફારો અંગે પણ માહિતી અપાઈ હતી. ડા. તૃષા કનસાગરાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા સેમિનારમાં બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમને સફળ બનાવવા કોલેજ સ્ટાફ તથા BCA અને બાયોલોજી વિભાગે સહયોગ આપ્યો હતો.