રાજુલા પોલીસ સ્ટેશનના કર્મચારી વિજય કોલાદરાને તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક તરફથી પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યું છે. ઓગસ્ટ-૨૦૨૫ દરમિયાન ૪ ગુનાઓનો ભેદ ઉકેલવો, ટ્રાફિક દંડ પેટે રૂ.૩૬,૪૦૦ની વસૂલાત, ૪૫ અટકાયતી પગલાં અને સાયબર ક્રાઇમના આરોપીઓને યુપી-બિહારથી ઝડપી પાડવા જેવી મહત્વપૂર્ણ કામગીરી તેમણે કરી હતી. સાયબર જાગૃતિ, POCSO અને NDPS ના નાસતા ફરતા આરોપીઓને પકડવા સહિતની લોકઉપયોગી સેવાઓ બદલ જિલ્લા પોલીસ વડાએ તેમને અભિનંદન પાઠવ્યા હતા.