અમરેલીથી સુરત જવા માટે સરકારી AC બસની સુવિધા ઉપલબ્ધ નથી. જેના કારણે વેપારીઓ અને ઉદ્યોગપતિઓને ટ્રેન અથવા ફ્લાઇટ પર નિર્ભર રહેવું પડે છે. ખાનગી બસો પણ વડોદરા બાયપાસ થઈને પસાર થતી હોવાથી વડોદરા શહેરમાં વસતા અમરેલી જિલ્લાના લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડે છે. જેથી GSRTC દ્વારા અમરેલીથી વડોદરા શહેરની અંદર થઈ સુરત સુધી પ્રીમિયમ AC વોલ્વો બસ સેવા શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. આ બસ સેવા શરૂ થાય તો વેપારીઓ, ઉદ્યોગપતિઓ તેમજ વડોદરા અને સુરતમાં વસતા અમરેલીવાસીઓને મોટી રાહત મળશે








































