બાબરા તાલુકાના અમરવાલપુર ગામની સીમમાં કૂવામાં પડી જતાં એક પરપ્રાંતીય શ્રમિકનું મોત નીપજ્યું હતું.આ અંગે મૂળ મધ્યપ્રદેશના અને હાલ બાબરાના પીર ખીજડિયા ગામે વાડીએ રહેતા લાલચંદ ભાયલા ડોડવે (ઉ.વ. ૨૭)એ પોલીસને આપેલી માહિતી મુજબ, મૃતક ભીકા ચીરાંગિયા સોલંકી (ઉ.વ.૪૩) અમરવાલપુર ગામે રહેતા તેમના સાઢુભાઈની વાડીએ બેસવા ગયા હતા. આ દરમિયાન તેઓ લઘુશંકા અર્થે વાડીએ આવેલી ઓરડી પાછળ ગયા હતા, જ્યાં અંધારામાં કે ભૂલથી ઓરડી પાસે આવેલા પાણી ભરેલા કૂવામાં પડી જતાં ડૂબી જવાથી તેમનું મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે બાબરા પોલીસ સ્ટેશનના એએસઆઈ વી. એન. જાની વધુ તપાસ ચલાવી રહ્યા છે.









































