રાજુલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા સાયબર ફ્રોડના અનડીટેક્ટ ગુનાનો પોલીસે ટેકનિકલ એનાલિસિસના આધારે ભેદ ઉકેલી ઉત્તર પ્રદેશના દેવરિયાથી એક આરોપીને ઝડપી લીધો છે. મોબાઇલ હેક કર્યા બાદ આરોપીએ ફરિયાદીના બેંક ખાતામાંથી અલગ-અલગ ટ્રાન્જેક્શન દ્વારા રૂ.૯૯,૯૦૦ હેમંતકુમારના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં રકમ રોકડ ઉપાડી લેવામાં આવી હતી.








































