અમરેલીના સિનિયર સિટીઝન પાર્ક ખાતે આરએસએસ દ્વારા પુસ્તક મેળો ખુલ્લો મુકવામાં આવ્યો હતો. પુસ્તક મેળામાં દેશપ્રેમ, રાષ્ટ્રભાવના તેમજ મહાનુભાવોના જીવનચરિત્ર સહિત વિવિધ વિષયો પરનાં પુસ્તકો ઉપલબ્ધ રાખવામાં આવ્યાં હતાં. વાંચનપ્રેમીઓ માટે આ પુસ્તક મેળો જ્ઞાન અને પ્રેરણાનો રસથાળ બની રહ્યો છે. વધુમાં વધુ લોકો પુસ્તક મેળાની મુલાકાત લઈ તેનો લાભ લે તેવી અપીલ આરએસએસ દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉમેશભાઈ જોષી, સુરેશભાઈ દેસાઈ, ઘનશ્યામભાઈ ગેડીયા, હર્ષભાઈ પાડલીયા, ધાર્મિકભાઈ મારૂ, ડો. જી.જે. ગજેરા, મજબૂતસિંહ બસીયા, અર્જુનભાઈ દવે, કૌશલભાઈ દવે, સૌરભભાઈ મકવાણા, સંજયભાઈ અગ્રાવત, અંજુબેન ટીંબડીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.