અમરેલી જિલ્લામાં લેઉવા પટેલ યુવા સંગઠન (LPYS)ના જિલ્લા પ્રમુખ તરીકે ડેરી પીપળીયા ગામના વતની પ્રદીપ ભાખરની નિમણૂક કરવામાં આવી છે. પાટીદાર સમાજના યુવાનોને સંગઠિત કરી સંગઠનને વધુ મજબૂત બનાવવાના હેતુથી આ જવાબદારી સોંપવામાં આવી છે. પ્રદીપ ભાખર અગાઉ સરપંચ તરીકે સેવા આપી ચુક્યા છે. તાજેતરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તેમના પત્ની મિતલબેન ભાખર જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે ચૂંટાયા હતા. તેમજ જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે પણ તેમની નિમણૂક થઈ છે.