અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત મોંઘીબા મહિલા આટ્‌ર્સ કોલેજ, અમરેલીનું એપ્રિલ-૨૦૨૬માં લેવાયેલ એફ.વાય.બી.એ. (સેમેસ્ટર-૦૨) (NEP) ની પરીક્ષાનું પરિણામ ૮૮.૩૧ ટકા જાહેર થયું છે. આ પરીક્ષામાં કોલેજની વિદ્યાર્થિનીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને કોલેજનું ગૌરવ વધાર્યું છે, જેમાં મુખ્ય સમાજશાસ્ત્ર વિષય સાથે ગોરી રૂબીના એ. ૮૪.૫૫ ટકા મેળવીને પ્રથમ ક્રમે રહ્યા છે. પરિણામમાં આગળ વધીને ૮૪.૧૮ ટકા સાથે મુખ્ય સમાજશાસ્ત્ર વિષયના સૈયદ રાબીયા એમ. પણ પ્રથમ ક્રમે રહ્યા છે, જ્યારે મુખ્ય ગુજરાતી વિષય સાથે ૮૩.૮૨ ટકા મેળવીને હેલૈયા વૈશાલી પી. દ્વિતીય ક્રમે રહ્યા છે.