વડિયા પોલીસ સ્ટેશન ખાતે છેલ્લા કેટલાક સમયથી ઠંડા અને ફિલ્ટર કરેલા પીવાના પાણીની વ્યવસ્થા ઉપલબ્ધ ન હતી.આ અંગેની જાણ વડિયાના પૂર્વ સરપંચ સ્વ. છગનભાઈ ઢોલરીયાના ભત્રીજા ધવલભાઈ ઢોલરીયાને થતાં તેમણે તાત્કાલિક વડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ પી.ડી. ગોહિલનો સંપર્ક કર્યો હતો. ધવલભાઈએ પોતાના કાકા સ્વ. છગનભાઈ ઢોલરીયાની વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ઢોલરીયા પરિવાર તરફથી પોલીસ સ્ટેશન ખાતે આરઓ ફિલ્ટર સહિત ઠંડા પીવાના પાણીના ફ્રિઝની વ્યવસ્થા કરી આપવાની રજૂઆત કરી હતી. જેના અનુસંધાને આજે વડિયા પોલીસ સ્ટેશન ખાતે સ્વ. શામજીભાઈ ગીરધરભાઈ ઢોલરીયા તથા સ્વ. છગનભાઈ શામજીભાઈ ઢોલરીયાની સ્મૃતિમાં વજુભાઈ શામજીભાઈ ઢોલરીયા અને ધવલભાઈ વજુભાઈ ઢોલરીયા પરિવાર દ્વારા આરઓ ફિલ્ટર સહિત ઠંડા પાણીના ફ્રિઝની વ્યવસ્થા કરવામાં આવી હતી.