સાવરકુંડલાની જે.વી. મોદી હાઈસ્કૂલમાં આપત્તિજનક પરિસ્થિતિમાં સલામતી અને સાવચેતી અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ કેળવવાના હેતુથી ફાયર સેફ્‌ટી ડેમોન્સ્ટ્રેશન યોજાયું હતું. કાર્યક્રમ દરમિયાન આગ લાગે ત્યારે ગભરાયા વિના સુરક્ષિત રહેવાની રીતો તથા જરૂરી સાવચેતી અંગે વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી. ફાયર સેફટીના સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે પ્રાયોગિક માર્ગદર્શન પણ અપાયું હતું. નૂતન કેળવણી મંડળના પ્રમુખ ચંદ્રિકાબેન ઘેલાણી, ઉપપ્રમુખ કનુભાઈ ગેડિયા, મેનેજિંગ ટ્રસ્ટી મુકુંદભાઈ નાગ્રેચા તથા ટ્રસ્ટી મંડળના પ્રોત્સાહનથી અને ઇન્ચાર્જ પ્રિન્સિપાલ જીતુભાઈ ભટ્ટના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજાયો હતો. શિક્ષક સાવજ નીતિનભાઈ તથા કોમ્પ્યુટર ઓપરેટર જયંતીભાઈએ સહયોગ આપ્યો હતો.