નાગપાંચમના પવિત્ર પર્વ નિમિત્તે રાજુલા-જાફરાબાદ માર્ગ પર લુણસાપુરિયા દાદાના મંદિરે જતા દર્શનાર્થીઓ માટે પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર અને તેમના મિત્રમંડળ દ્વારા ચા, પાણી, નાસ્તો અને ફરાળની વ્યવસ્થા કરવામાં આવી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ ચારનારા નજીક સેવા સ્ટોલ ઊભો કરવામાં આવ્યો હતો. છેલ્લા દસ વર્ષથી વધુ સમયથી ચાલતા આ સેવાકાર્યમાં મિત્રમંડળે ઉપસ્થિત રહી ભક્તોને સેવા પૂરી પાડી હતી.