સાવરકુંડલામાં મહિલા ખોડલધામ સમિતિ દ્વારા કૃષ્ણ જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. શિવાજીનગરની પટેલ વાડી ખાતે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ મનાવવામાં આવ્યો હતો. પ્રસંગે વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. મહિલાઓ દ્વારા સ્ટેજ પર વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા તેમજ નાટક પણ ભજવવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિમય અને આનંદમય વાતાવરણ જોવા મળ્યું હતું.આ ધાર્મિક કાર્યક્રમમાં પટેલ સમાજના ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સાવરકુંડલા ખોડલધામના કન્વીનર અને નગરપાલિકા પ્રમુખ નયનાબેન કાપડિયાના માર્ગદર્શન નીચે આયોજન કરાયું હતુ. આ તકે, ખોડલધામના ટ્રસ્ટી રમેશભાઈ કાથરોટીયા, દેવચંદભાઈ કપોપરા, સુરેશભાઈ દેસાઈ, કાળુભાઈ સુહાગીયા, દયાળભાઈ સંઘાણી, રીધેશભાઈ નાકરાણી, ગણપતભાઈ સેંજલીયા, રાજેશભાઈ ગઢીયા, હિરેનભાઈ વેકરીયા, કરશનભાઈ ડોબરીયા, બાબુભાઈ માંગરોળીયા, ઘનશ્યામભાઈ જીયાણી, ડી.કે.પટેલ, નિકુંજભાઈ જીયાણી,દીપકભાઈ બોઘરા સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં બહેનો હાજર રહ્યા હતા.