પાંજરાપોળ ગૌશાળામાં ૧,૦૦૦થી વધુ પશુધનની સેવા માટે ઘાસ સંગ્રહ ગોડાઉનનું ભૂમિપૂજન ટ્રસ્ટી અતુલભાઈ મહેતાના હસ્તે કરવામાં આવ્યું હતું. રૂ.૩૦ લાખના અંદાજિત ખર્ચે બનનાર ગોડાઉન માટે પાંજરાપોળ અને ગૌચર વિકાસ બોર્ડ, ગુજરાત તરફથી રૂ.૪ લાખની ગ્રાન્ટ તથા અતુલભાઈ મહેતા તરફથી રૂ.૫૧ હજારનું અનુદાન આપવામાં આવ્યું છે. બાકીની રકમ માટે જીવદયા પ્રેમીઓને સહયોગની અપીલ કરાઈ હતી.