મંત્રી કૌશિક વેકરિયાએ અમરેલી શહેરના વોર્ડ નં. ૨, ચિતલ રોડ ખાતે આયુષ્માન કાર્ડના લાભાર્થી મુકેશભાઈ બટુકભાઈ પાઠક અને તેમના પરિવારની શુભેચ્છા મુલાકાત લીધી હતી. તેમણે પરિવાર સાથે આયુષ્માન ભારત યોજનાના લાભ અંગે વાતચીત કરી હતી. ત્યારબાદ અમરેલી શહેરમાં કાર્યકર્તાઓ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમનું શ્રવણ કર્યું હતું. આ કાર્યક્રમ દ્વારા દેશભરના પ્રેરણાદાયી અને સકારાત્મક પ્રયાસો લોકો સુધી પહોંચાડવામાં આવે છે.






































