રાજગોર બ્રાહ્મણ વિકાસ મંડળ દ્વારા તા. ૨૩ ઓગષ્ટના રોજ સરસ્વતી સન્માન સમારોહ-૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગીજુભાઈ ભરાડ, સંત ડો. રતિદાદા મહેતા, કાળુબાપા જોષી, પ્રમોદભાઈ જોશી, ઊર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયા અને મુકુંદભાઈ મહેતા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જ્ઞાતિના અગ્રણીઓ, વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો, તેજસ્વી વિદ્યાર્થીઓના વાલીઓ અને દાતાશ્રીઓએ પણ હાજરી આપી હતી. મહેમાનોનું ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતું. તેજસ્વી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ તથા વિશિષ્ટ વ્યક્તિઓને સન્માનપત્ર અર્પણ કરાયા હતા. કાર્યક્રમને સફળ બનાવવા મંડળના હોદ્દેદારો અને સભ્યોએ જહેમત ઉઠાવી હતી. સ્વાગત ગીત કમલેશભાઈ દવે દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું અને અંતે રવિભાઈ મહેતાએ આભારવિધિ કરી હતી.