સાવરકુંડલમાં વજલપરા ખાતે ભોજલરામ સત્સંગ મંડળની પટેલ વાડીમાં નવી કાર્યકારી સમિતિની રચના કરવામાં આવી હતી. જેમાં યુવા આગેવાન હિરેનભાઈ અશોકભાઈ વેકરિયાની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. ઉપપ્રમુખ તરીકે વિનુભાઈ બુહા, ખજાનચી તરીકે ભાવેશભાઈ કાનાણી અને અશ્વિનભાઈ તળાવીયાની પસંદગી કરાઈ હતી. આ ઉપરાંત વિવિધ સભ્યોને કારોબારીમાં સ્થાન આપવામાં આવ્યું છે.







































