આજના ઝડપી જીવનમાં અનિયમિત ખોરાક, સતત તણાવ, ઊંઘની કમી અને બદલાતી જીવનશૈલીને કારણે પાચનતંત્ર સંબંધિત સમસ્યાઓમાં વધારો જોવા મળે છે. તેમાંની એક સામાન્ય સમસ્યા છેIrritable Bowel Syndrome (IBS). ઘણા લોકો લાંબા સમય સુધી પેટમાં દુઃખાવો, ગેસ, પેટ ફૂલવું, કબજિયાત અથવા વારંવાર ઝાડા જેવી સમસ્યાઓથી પરેશાન રહે છે, પરંતુ તેનું ચોક્કસ કારણ સમજાતું નથી.IBSને માત્ર “પેટની બીમારી” તરીકે જોવાને બદલે આંતરડાં અને મગજ વચ્ચેના સંબંધ (Gut–Brain Connection) સાથે જોડાયેલી સ્થિતિ તરીકે પણ સમજવી જરૂરી છે.IBS એટલે શું? IBS એક સામાન્ય gastrointestinal condition છે, જેમાં આંતરડાની કામગીરી અને તેની સંવેદનશીલતામાં ફેરફાર થવાથી પેટ સંબંધિત વિવિધ લક્ષણો જોવા મળે છે. તેમાં સામાન્ય રીતે પેટમાં વારંવાર દુઃખાવો અથવા અસ્વસ્થતા સાથે મળત્યાગની રીત અથવા મળની consistencyમાં ફેરફાર જોવા મળી શકે છે. કેટલાક દર્દીઓમાં કબજિયાત IBS-C મુખ્ય સમસ્યા હોય છે, જ્યારે કેટલાકમાં ઝાડા (IBS-D) મુખ્ય હોય છે. કેટલાક લોકોમાં ક્યારેક કબજિયાત અને ક્યારેક ઝાડા — બંને જોવા મળી શકે છે. મુખ્ય લક્ષણોઃIBSમાં દરેક વ્યક્તિમાં લક્ષણો અલગ હોઈ શકે છે. સામાન્ય રીતેઃ- પેટમાં દુઃખાવો અથવા cramps – પેટ ફૂલવું અને ગેસ – કબજિયાત અથવા loose motions – ક્યારેક કબજિયાત અને ઝાડા વારાફરતી થવા – મળત્યાગની consistencyમાં ફેરફાર – મળની frequencyમાં ફેરફાર – મળત્યાગ કર્યા પછી પેટની અસ્વસ્થતા ઓછી થવી – કેટલાક દર્દીઓમાં ખોરાક લીધા પછી symptoms વધવા આ લક્ષણોની તીવ્રતા પણ વ્યક્તિ પ્રમાણે બદલાઈ શકે છે. Stress અને IBS વચ્ચે શું સંબંધ છે? આંતરડાં અને મગજ વચ્ચે સતત communication રહે છે. તેથી માનસિક તણાવ, ચિંતા, ઊંઘની કમી અથવા emotional stress કેટલાક લોકોમાંintestinal symptomsને વધારી શકે છે. પરંતુ IBSને માત્ર “stressથી થતી બીમારી” માનવી યોગ્ય નથી. તેના પાછળ અનેક factorsની ભૂમિકા હોઈ શકે છે, જેમ કેintestinal sensitivity, bowel movementમાં ફેરફાર, diet, lifestyle અને gut–brain interaction.. આથીIBSમાં માત્ર પેટની સારવાર કરતાં વ્યક્તિની સમગ્ર જીવનશૈલી અને માનસિક-શારીરિક પરિસ્થિતિને સમજવી પણ મહત્વપૂર્ણ બને છે. હોમિયોપેથીનો અભિગમઃ હોમિયોપેથીમાં રોગના નામ કરતાં દર્દી વધુ મહત્વનો માનવામાં આવે છે. એટલે કે, IBS છે” એટલું જાણવું પૂરતું માનવામાં આવતું નથી; દર્દીમાં IBS કઈ રીતે વ્યક્ત થાય છે તે સમજવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, બે વ્યક્તિઓ બંને IBSથી પીડાતા હોય છતાં એક વ્યક્તિને મુખ્યત્વે constipation અને bloating હોય, જ્યારે બીજી વ્યક્તિને loose motions અને bloating પછી પેટમાં તકલીફ વધતી હોય. બંનેની symptom pattern અલગ હોવાથી હોમિયોપેથિક અભિગમમાં બંનેને એકસરખું prescription આપવું જરૂરી નથી. હોમિયોપેથિક case-taking દરમિયાન દર્દીનાઃ શારીરિક લક્ષણો, લક્ષણોની શરૂઆત અને સમય, કયા ખોરાકથી તકલીફ વધે છે, કઈ પરિસ્થિતિમાં રાહત મળે છે, bowel pattern, appetite, thirst, sleep, lifestyle, stress પ્રત્યેની પ્રતિક્રિયા, તથા વ્યક્તિની individual characteristics અને personality જેવી બાબતોને વિગતવાર સમજવાનો પ્રયત્ન કરવામાં આવે છે. આને individualized treatment કહેવામાં આવે છે. એટલે કે, એક જ diagnosis ધરાવતા બે દર્દીઓમાં પણ તેમની વ્યક્તિગત લાક્ષણિકતાઓ અને સમગ્ર symptom pattern અનુસાર સારવારનો અભિગમ અલગ હોઈ શકે છે. હોમિયોપેથીમાં દર્દીને માત્ર તેના એક symptom અથવા disease labelથી નહીં, પરંતુ સમગ્ર વ્યક્તિ તરીકે સમજવાનો અભિગમ મહત્વપૂર્ણ છે. Lifestyleનું મહત્વઃIBSમાં જીવનશૈલીમાં યોગ્ય ફેરફાર પણ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. નિયમિત સમયે અને સંતુલિત આહાર લેવો, પૂરતું પાણી પીવું, નિયમિત physical activity કરવી, પૂરતી ઊંઘ લેવી અને stress management પર ધ્યાન આપવું લાભદાયક બની શકે છે. કયા foodથી વ્યક્તિના symptoms વધે છે તે દરેક વ્યક્તિમાં અલગ હોઈ શકે છે. તેથી દરેક વ્યક્તિએ પોતાની tolerance સમજવી અને જરૂરિયાત મુજબ qualified healthcare professional અથવા dietitian ની સલાહ લેવી યોગ્ય છે. ક્યારે ડાક્ટરની સલાહ લેવી જરૂરી છે? દરેક પેટની તકલીફને IBSમાની લેવી યોગ્ય નથી. જો મળમાં લોહી આવે, અચાનક અથવા સતત વજન ઘટે, રાત્રે ઊંઘમાંથી ઉઠાડે તેવી symptoms હોય, સતત તાવ રહે, ગંભીર અથવા વધતો જતો પેટનો દુઃખાવો હોય અથવા અન્ય ચિંતાજનક લક્ષણો જોવા મળે, તો તબીબી તપાસ જરૂરી છે. યોગ્ય diagnosis માટે healthcare professional જરૂરિયાત મુજબ histroy, examination અને અન્ય તપાસની સલાહ આપી શકે છે. અંતમાંIBS આપણને એ સમજાવે છે કે પાચનતંત્ર અને
માનસિક-શારીરિક સ્વાસ્થ્ય એકબીજા સાથે ઊંડે જોડાયેલા છે. પેટની સમસ્યાને માત્ર એક isolated symptomતરીકે જોવાને બદલે વ્યક્તિના આહાર, જીવનશૈલી, stress, ઊંઘ અને સમગ્ર symptom patternને સમજવું જરૂરી છે. હોમિયોપેથીમાં individualized approach દ્વારા વ્યક્તિની વિશિષ્ટ લાક્ષણિકતાઓ અને symptom patternને ધ્યાનમાં લેવાનો પ્રયાસ કરવામાં આવે છે. જોકે IBS માટે homeopathyની અસરકારકતા અંગે હાલમાં મજબૂત વૈજ્ઞાનિક પુરાવા મર્યાદિત છે, તેથી જરૂરી તબીબી તપાસ અનેevidence-based managementt ને અવગણવું નહીં.“સ્વસ્થ પાચન માત્ર સારા ખોરાકથી નહીં, પરંતુ સંતુલિત જીવનશૈલી અને શરીર-મન વચ્ચેના સંતુલનથી પણ બને છે.” sanjogpurti@gmail.com









































