ગુજકોસ્ટ દ્વારા દર વર્ષે યોજાતી STEM (સ્ટેમ) ક્વિઝમાં તાલુકા કક્ષાએથી ઉત્સાહભેર ભાગ લઈ સારું પરિણામ મેળવ્યા બાદ, મંછારામ મોહનલાલ યાજ્ઞિક હાઈસ્કૂલના ૪ વિદ્યાર્થીઓએ નેશનલ કક્ષાએ પહોંચી અમદાવાદ સાયન્સ સીટી ખાતે ભાગ લઈને શાળા પરિવારનું ગૌરવ વધાર્યું છે. આ સ્પર્ધામાં જુનિયર લેવલના વિદ્યાર્થીઓ આંબલીયા પિયુષ અને પાટણવાડીયા ભવ્ય તેમજ સિનિયર લેવલના વિદ્યાર્થીઓમાં લાઠીયા પ્રિયાંશી અને સારીખડા ભાર્ગવને નેશનલ કક્ષા સુધી પહોંચવા બદલ ગુજકોસ્ટ દ્વારા પ્રોત્સાહન રૂપે સેમસંગ કંપનીના ટેબલેટ ચારેય વિદ્યાર્થીઓને આપી અભિનંદન પાઠવ્યા હતા. આ સફળતામાં શાળા પરિવાર અને બાલભવન અમરેલીના સ્ટાફનો સહયોગ રહ્યો હતો.









































