દહેગામ પોલીસે બોરવેલના કેબલ વાયર ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કરી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસ તપાસમાં આરોપીઓ દહેગામ તેમજ કણભા વિસ્તારમાં આવેલા સરકારી બોરવેલમાંથી રાત્રિના સમયે કેબલ વાયર કાપીને ચોરી કરતા હોવાનું સામે આવ્યું છે. પોલીસે ત્રણેય આરોપીઓ પાસેથી કેબલ વાયર, વાહન સહિત કુલ રૂ.૪૦,૦૧૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.પોલીસને બાતમી મળી હતી કે ત્રણ શખ્સો ચોરાઉ કેબલ વાયર લઈને પાલુન્દ્રાથી દહેગામ તરફ આવી રહ્યા છે. બાતમીના આધારે હરસોલી ચોકડી નજીક પોલીસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન કાળા રંગના પ્લેઝર ટુ-વ્હીલર નંબર ય્ત્ન-૦૯-ઝ્રઊ-૪૩૩૩ પર સવાર ત્રણ શખ્સોને રોકી તપાસ કરવામાં આવી હતી.પોલીસે તપાસ દરમિયાન રાકેશ દંતાણી, રાહુલ દંતાણી અને જાદવ વાઘા નવઘણ સલાટને ઝડપી પાડ્યા હતા. તેમની પાસે રહેલા સામાનની તપાસ કરતાં વિવિધ કંપનીના કેબલ વાયર મળી આવ્યા હતા. પોલીસને શંકા જતા સમગ્ર સામાન કબજે કરી આરોપીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.
પોલીસે આરોપીઓ પાસેથી સોના ગોલ્ડ કંપનીનો ૧૬ સ્સ્નો ૧૦ ફૂટ કેબલ વાયર તેમજ દર્શન પ્લસ કંપનીના ૬ સ્સ્નો ૩૦ ફૂટ, ૧૦ સ્સ્નો ૧૦ ફૂટ, ૧૦ સ્સ્નો ૨૫ ફૂટ અને ૪ સ્સ્નો ૩૦ ફૂટ કેબલ વાયર જપ્ત કર્યો હતો. આ ઉપરાંત જૈન્સન કંપનીનો ૧૬ સ્સ્નો ૨૫ ફૂટ કેબલ વાયર પણ મળી આવ્યો હતો. કેબલ વાયર સહિત અન્ય સામાનની કિંમત પોલીસ દ્વારા કુલ રૂ.૩૦,૦૦૦ જેટલી આંકવામાં આવી છે. કેબલ વાયર ઉપરાંત પોલીસે આરોપીઓના કબજામાંથી રૂ.૧૦,૦૦૦ની કિંમતનું પ્લેઝર ટુ-વ્હીલર, તેમજ લાકડાના હાથાવાળી એક્સો બ્લેડ પણ કબજે કરી છે. તમામ મુદ્દામાલની કુલ કિંમત રૂ.૪૦,૦૧૦ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીઓએ સરકારી બોરવેલના કેબલ વાયર ચોરી કરતા હોવાની કબૂલાત કરી હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ રાત્રિના સમયે અંધારાનો લાભ લઈને ગામના બોરવેલ સુધી પહોંચતા અને કેબલ વાયર કાપીને ચોરી કરતા હતા. ત્યારબાદ ચોરેલા વાયર લઈને ત્યાંથી નીકળી જતા હતા.
પોલીસ તપાસમાં રાકેશ દંતાણી વિરુદ્ધ દહેગામ પોલીસ સ્ટેશનમાં અગાઉ પણ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. તેની સામે અગાઉ કલમ ૩૭૯ તથા બીએનએસની વિવિધ જાગવાઈઓ હેઠળ કુલ પાંચ ગુના નોંધાયા હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. દહેગામ પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી લઈને ચોરાયેલા કેબલ વાયર ક્યાંથી ચોરવામાં આવ્યા હતા અને અગાઉ આવી કેટલી ચોરીઓને અંજામ આપવામાં આવ્યો છે તે અંગે વધુ તપાસ શરૂ કરી છે. આ ગેંગ સાથે અન્ય કોઈ વ્યÂક્ત સંકળાયેલી છે કે કેમ તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.