ધોરાજી ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવીણભાઈ તોગડીયાની વિશેષ ઉપસ્થિતિમાં હિન્દુ સાથી સંમેલન યોજાયું હતું, જેમાં સ્થાનિક હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન હિન્દુ એકતા અને સંગઠિતતા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. પ્રવીણભાઈ તોગડીયાએ પત્રકારોને જણાવ્યું હતું કે, દર શનિવારે સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ થાય અને જરૂરિયાતના સમયે હિન્દુઓ માટે તાત્કાલિક મદદ પહોંચી જાય તેવી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. આ ઉપરાંત દેશમાં ‘ઝેન જી’ અને ‘ઝેન આલ્ફા’ પોતાના હક, ન્યાય અને સચ્ચાઈ માટે આંદોલન કરી રહ્યા હોવાનું જણાવી તેમણે લડતા રહેવાનું આહ્‌વાન કર્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે ‘ઝેન જી’ અને ‘ઝેન આલ્ફા’ બાદ હવે ‘ઝેન બીટા’ પણ મેદાને આવશે. અંતમાં તેમણે સત્ય અને ધર્મ માટે હિન્દુ સમાજ એકત્રિત અને સંગઠિત થઈ સમાજલક્ષી સારા કાર્યો કરે તેવી આશા વ્યક્ત કરી હતી.