સુરત જિલ્લાના માંડવી તાલુકાના ગોદાવાડી ગામે ૨૫ વર્ષીય યુવતીની હત્યા અને લૂંટ કેસમાં પોલીસે સીટની રચના કરી છે. સુરત જિલ્લા એસપી રાજેશ ગઢિયાએ એક એએસપી, ચાર પીઆઇ અને એક પીએસઆઇનો એસઆઇટીમાં સમાવેશ કર્યો છે. ૨૦ જેટલી અલગ અલગ પોલીસ ટીમો તપાસમાં લાગી છે. સમગ્ર કેસની તપાસ સુરત જિલ્લા એલસીબી પીઆઇ એન. જી પાંચાણીને સોંપાઈ છે.
ઘરમાં ઘૂસેલા અજાણ્યા શખ્સોએ યુવતીની હત્યા કરી લાશ ધાબા પર સંતાડી દીધી હતી અને ત્યારબાદ લાખો રૂપિયાની મતા લઈને ફરાર થઈ ગયા હતા. પોલીસે સમગ્ર મામલે ગંભીરતાથી તપાસ હાથ ધરી છે.સુરત જિલ્લાના માંડવી તાલુકાના ગોદાવાડી ગામના ટેકરી ફળિયામાં આ ચકચારી ઘટના બની છે. ફરિયાદી પરિવારના ઘરમાં અજાણ્યા ઇસમોએ ઘૂસી લૂંટના ઇરાદે ઘાતકી કૃત્ય આચર્યું હોવાની વિગતો સામે આવી છે. ઘરમાં હાજર ૨૫ વર્ષીય નિધીકુમારી પટેલને આરોપીઓએ કાબૂમાં લઈ તેનું મોત નિપજાવ્યું હોવાની પોલીસ ફરિયાદમાં વિગતો છે. ત્યારબાદ મૃતદેહને ઘરના ધાબા પર દાદરના કેબિન પાછળના ભાગે સંતાડી દેવામાં આવ્યો હતો.
આરોપીઓએ મકાનમાં રહેલા પતરાના કબાટની ચાવી મેળવી કબાટ ખોલ્યો હતો અને સોનાના દાગીના, રોકડ તેમજ ચાંદીના દાગીના સહિતની મતા લઈને ફરાર થઈ ગયા હતા. પોલીસ ફરિયાદ મુજબ સોનાની ચેઇન, વીંટી, બ્રેસલેટ, રોકડ રૂપિયા ૩૫ હજાર, ચાંદીના સાકળા તેમજ મૃતકનો મોબાઇલ ફોન મળી કુલ રૂ.૨ લાખ ૫૨ હજારની મતા લૂંટાઈ હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ માંડવી પોલીસ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજા મેળવી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. ફળિયાના લોકો તાત્કાલિક ભેગા થઈ ગયા હતા અને નીતિનો મૃતદેહ જાતા તાત્કાલિક પોલીસને ફોન કર્યો હતો પોલીસ ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી. હવે સૌથી મોટો સવાલ એ છે કે યુવતીની હત્યા કરનાર શખ્સો કોણ હતા? શું આરોપીઓ પરિવારથી પરિચિત હતા કે પછી લૂંટના ઇરાદે ઘરમાં ઘૂસ્યા હતા?
નિધિના માતા-પિતા જાત્રા કરવા ગયા હતા. આ દરમિયાન અજાણ્યા ઇસમો ઘરમાં પ્રવેશ્યા હતા અને નિધિનું દોરી તથા મોબાઈલના ચા‹જગ કેબલથી ગળું દબાવી હત્યા કરી હતી. ઘરમાંથી કિંમતી ચીજવસ્તુઓની લૂંટ ચલાવી તેઓ નાસી છૂટ્યા હતા.