પાટણ જિલ્લાના સમી તાલુકાના રણાવાડા ગામે “જળ, જમીન અને જારુ, ત્રણેય કજિયાના છોરુ” કહેવતને સાર્થક કરતી એક અત્યંત હચ મચાવી દે એવી ઘટના સામે આવી છે અહીં માત્ર ૩ વીઘા કુટુંબી જમીનના વેચાણ બાબતે ચાલી રહેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં એક યુવકની ઘાતકી હત્યા કરી દેવાઈ હતી.
સહી કરવાની ના પાડતા જ પોતાના જ સગા મોટા બાપુજી, સગા કાકા અને સગા કાકાના દીકરાએ ભેગા મળી યુવક પર લાકડી અને ત્રિક્ષણ હથિયાર વડે સરેઆમ જીવલેણ હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો રક્ષાબંધનના પવિત્ર તહેવાર પૂર્વે જ એક બહેને પોતાનો વહાલસોયો ભાઈ ગુમાવ્યો છે, તો વળી માતાએ પણ પોતાના પુત્રની છત્રછાયા ગુમાવી છે જા કે સમી પોલીસ ટીમે અલગ અલગ ટિમો બનાવી ત્વરિત કાર્યવાહી કરીને નાસી છૂટેલા ત્રણેય આરોપીઓને ગણતરીની કલાકોમાં જ પકડી પાડ્યા છે.સમી તાલુકાના રણાવાડા ગામ જ્યાં ૨૭ ઓગસ્ટના રોજ બપોરે આશરે બે વાગ્યાના સુમારે કાળજું કંપાવી દેનારો ખૂની ખેલ ખેલાયો હતો નિકુલના પિતા પેથાભાઈ તેઓના ૪ ભાઈ હતા હતા ૪ ભાઈઓ વચ્ચે માત્ર ૩ વિઘા જેટલી જ જમીન હતી એટલે એમાંથી ૩ ભાઈઓ મજૂરી અને ધંધા અર્થે બહાર રહેતા હતા એટલે પેથાભાઈ ના પુત્ર એટલે કે મૃતક નિકુલ વાલ્મીકી ઘરે રહેતા અને જમીન વાવેતર કરતા હતા અને નિકુલ ના પિતા નું થોડા સમય અગાઉ કુદરતી મૃત્યુ થયેલ એટલે ૩ ભાઈઓ જે ૩ વિઘા જમીન છે તે વેચવા માંગતા હતા એટલે પેથાભાઈ ના વારસદાર મૃતક નિકુલ જમીન વેચવા તૈયાર ન હોઈ તેના અન્ય ૩ ભાઈઓ કહેલ કે જમીન વેચવી છે જેમાં સહી કરી આપ એટલે જમીન વેચાઈ જાય પરંતુ નિકુલે જમીન વેચાણના દસ્તાવેજમાં સહી કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી આ વાતે પરિવારજનોમાં ઉગ્ર બોલાચાલી શરૂ થઈ અને જાત જાતામાં ઝઘડો ઉગ્ર બનતા લોહીયાર ખેલ ખેલાયો હતો.
જમીન વિવાદમાં આક્રોશમાં આવેલા નિકુલના સગા મોટા બાપુજી ગેમરભાઈ પૂંજાભાઈ વાલ્મીકિ, સગા કાકા મનુભાઈ પૂંજાભાઈ વાલ્મીકિ અને કુટુંબી ભાઈ અશોક સોમાભાઈ વાલ્મીકિએ તમામ મર્યાદાઓ નેવે મૂકી દીધી હતી ત્રણેય આરોપીઓએ લાકડી અને ત્રીક્ષણ હથિયારો વડે નિકુલ પર અંધાધૂંધ જીવલેણ પ્રહારો શરૂ કરી દીધા હતા હુમલો એટલો ઘાતકી હતો કે ગંભીર ઈજાઓ પોહ્ચવા ના કારણે નિકુલ વાલ્મીકિનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું આ લોહિયાળ ખેલ દરમિયાન નિકુલને બચાવવા વચ્ચે પડેલાં તેનાં માતા અને ભાઈને રાખડી બાંધવા આવેલ બહેન પર પણ આરોપીઓએ દયા દાખવ્યા વગર ગડદા-પાટુનો ઢોર માર માર્યો હતો.
આ કરુણ ઘટનાથી રક્ષાબંધનના તહેવાર પહેલા જ પરિવાર પર આભ તૂટી પડ્યું હતુ જેમા મૃતક ની એકની એક બહેને પોતાનો વહાલસોયો ભાઈ ખોયો છે અને માં એ પોતાના વહાલસોયા દીકરાની છત્રછાયા ગુમાવિ છે તો ઘટનાની જાણ થતાં જ સમી પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જેમા પોલીસે ઘટના બાદ ફરાર ત્રણેય આરોપીઓને ઝડપી પાડવા અલગ અલગ ટિમો બનાવી ઝડપી પાડ્યા હતા અને જેલના સળિયા પાછળ ઘકેલી વધુ તપાસ હાથ ઘરી છે.









































