બગસરા ડેપોની ફતેપુરા બસ ન ઉપાડતા કંડકટરને ડેપો મેનેજરે સસપેન્ડ કરી નાખતા એસ.ટી.કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે. બપોરે ૧૪ઃ૪પ કલાકે ઉપડતી બગસરા-ફતેપુરાના કંડકટર તરીકેની ફરજ ભરત ભાંગરાને સોંપવામાં આવી હતી. જા કે આ બસમાં ફરજમાં આવવાને બદલે ગેરહાજર રહેતા ડેપો મેનેજર નિમિષાબા ગઢવીએ સસપેન્શન ઓર્ડરમાં જણાવ્યું હતું કે, બગસરા-ફતેપુરા બસમાં ફરજ પર હાજર રહેવાને બદલે મનસ્વી રીતે ગેરહાજર રહી બસ ઉપાડેલ નહોતી.જેથી ડેપોના સંચાલનમાં અવરોધ ઉભો થયો હતો અને મુસાફરો દ્વારા ફરિયાદ ઉઠવા પામી હતી. બસ સમય કરતા દોઢ કલાક મોડી ઉપડતા નિગમની પ્રતિષ્ઠાને નુકસાન થયુ હોવાનું જણાવી કંડકટર ભરત ભાંગરાને સસપેન્ડ કરવામાં આવ્યો હતો. આમ, માત્ર ચાર દિવસના ગાળામાં બે કંડકટરને સસપેન્ડ કરવામાં આવતા બેદરકાર કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.