અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા દેશની સંરક્ષણ અને પોલીસ દળમાં કારકિર્દી બનાવવા ઇચ્છતા યુવાનો માટે BSF નિવાસી તાલીમ વર્ગ-૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું છે. કચ્છ-ભુજ ખાતે યોજાનારી ૩૦ દિવસની આ તાલીમ સંપૂર્ણ નિઃશુલ્ક રહેશે. પસંદગી પામેલા તાલીમાર્થીઓને રહેવા-જમવાની સુવિધા સાથે શારીરિક અને લેખિત કસોટીની વિશેષ તાલીમ આપવામાં આવશે. માત્ર અમરેલી જિલ્લાના પુરુષ ઉમેદવારો, ધોરણ-૧૦ પાસ કે તેથી વધુ લાયકાત ધરાવતા અને ૧૭.૫ થી ૨૫ વર્ષની વયના ઉમેદવારો અરજી કરી શકશે. લાયક ઉમેદવારોએ જિલ્લા રોજગાર કચેરીમાંથી સત્તાવાર અરજી ફોર્મ મેળવી, સંપૂર્ણ વિગતો સાથે ૧૫ દિવસમાં બહુમાળી ભવન ખાતે રૂબરૂ અથવા ટપાલ દ્વારા અરજી જમા કરાવવાની રહેશે.









































