ખડસસલીની લોકશાળામાં સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ગ્રાહક સુરક્ષા સેમિનાર યોજાયો હતો. કાર્યક્રમમાં પ્રમુખ હિરાણી, પત્રકાર બિપીનભાઈ પાંધી અને અધ્યાપન મંદિરના ડો. રવિ મહેતા ઉપસ્થિત રહ્યા હતા. પાંધી સાહેબે ગ્રાહક સુરક્ષા કાયદા અને ખરીદી વખતે રાખવાની કાળજી અંગે માહિતી આપી હતી. ડો. મહેતાએ પાકું બિલ લેવા અને એમઆરપીથી વધુ કિંમત ન ચૂકવવા સમજાવ્યું હતું. હિરાણી સાહેબે દૂધ, પનીર, ખાંડ અને ચાની ભૂકી સહિતની વસ્તુઓમાં થતી ભેળસેળ ઓળખવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા શિક્ષકો ગોવાભાઈ ગાગીયા, રાજશ્રીબેન નિમાવત અને કિશનભાઈ બલિયાએ જહેમત ઉઠાવી હતી.