ગુરૂવારના રોજ એમ.એમ. યાજ્ઞિક હાઇસ્કૂલના ધોરણ-૯માં વોકેશનલ વિષય IT/ITES અંતર્ગત અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ અમરેલી સ્થિત સંજોગ ન્યૂઝની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન સંજોગ ન્યૂઝના સુરેશભાઈ દેસાઈએ વિદ્યાર્થીઓને પ્રેસની કામગીરી અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે પ્રેસમાં ઉપયોગમાં લેવાતી વિવિધ મશીનરી, ન્યૂઝ એકત્રિત કરવાની પ્રક્રિયા તેમજ ન્યૂઝ પેપરની શરૂઆતથી લઈને તેના પ્રકાશન સુધીની સમગ્ર પ્રક્રિયા વિદ્યાર્થીઓને સરળતાથી સમજાવી હતી. આ ઉપરાંત વિદ્યાર્થીઓને મૂંઝવતા વિવિધ પ્રશ્નોના સંતોષકારક જવાબો પણ આપવામાં આવ્યા હતા. સુરેશભાઈ દેસાઈએ વિદ્યાર્થીઓને IT/ITES સહિત વિવિધ ક્ષેત્રોમાં ભવિષ્યમાં ઉપલબ્ધ રોજગારીની તકો અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું.સંજાગ ન્યૂઝની મુલાકાત બાદ વિદ્યાર્થીઓ આનંદ વ્યકત કર્યો હતો.









































