ઉત્તર પ્રદેશમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. તે પહેલાં, મુસ્લિમ મતો માટે રાજકીય લડાઈ વધુ તીવ્ર બનતી દેખાય છે. એઆઇએમઆઇએમના વડા અસદુદ્દીન ઓવૈસીએ સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ પર આકરા પ્રહારો કર્યા અને તેમને ગઠબંધનની ઓફર કરી. ઓવૈસીએ કહ્યું કે હજુ પણ સમય છે, અને જા અખિલેશ ઈચ્છે તો તેઓ તેમની સાથે હાથ મિલાવી શકે છે, નહીં તો યુપીમાં તેમનું ભાગ્ય બિહારમાં તેજસ્વી યાદવ જેવું બની શકે છે.ઓવૈસીએ કહ્યું કે યુપીમાં મુÂસ્લમો પર થયેલા અત્યાચાર માટે ભાજપ અને અખિલેશ સમાન રીતે જવાબદાર છે. તેમણે કહ્યું કે યુપીમાં કેટલાક લોકો પોતાને મુÂસ્લમ મતોના ઠેકેદાર માને છે, પરંતુ જ્યારે મુÂસ્લમોના અધિકારોની વાત આવે છે, ત્યારે તેઓ ચૂપ રહે છે અને પોતાના બંગલામાં છુપાઈ જાય છે. ઓવૈસીએ કહ્યું કે આ ઠેકેદારો દેખાડા માટે ભાજપનો વિરોધ કરે છે, પરંતુ વાસ્તવમાં, તેમની વિચારધારા અને ભાજપની વિચારધારામાં કોઈ ફરક નથી.
આ પહેલાં, બુધવારે, ઓવૈસીએ યુપીમાં મુસ્લિમ નેતૃત્વ બનાવવાની વાત કરી હતી. કોંગ્રેસે આને ભાજપને ફાયદો કરાવવાનું કાવતરું ગણાવ્યું હતું. ગુરુવારે ઓવૈસીએ આનો જવાબ આપ્યો. ઓવૈસીએ કહ્યું કે અખિલેશ અને રાહુલનો મુસ્લિમો પ્રત્યેનો પ્રેમ એક યુક્તિથી વધુ કંઈ નથી. તેઓ મુસ્લીમોના સૌથી મોટા દુશ્મન છે. કોઈ પણ પક્ષ મુસ્લિમ નેતા ઉભરી આવવા માંગતો નથી.ઓવૈસીએ કહ્યું કે તેમણે બિહારમાં પાંચ બેઠકો માંગી હતી, પરંતુ કોઈએ સાંભળ્યું નહીં. અખિલેશ તેમને હરાવવા માટે મુસ્લિમ સાંસદોની ફોજ સાથે પહોંચ્યા. ઓવૈસીએ કહ્યું કે અખિલેશ પાસે હજુ પણ સમય છે કે તેઓ તેમની સાથે ગઠબંધન કરે, નહીં તો તેમનું પણ તેજસ્વી યાદવ જેવું જ પરિણામ આવશે.
એ નોંધવું જાઈએ કે ઉત્તર પ્રદેશ વિધાનસભાના વર્તમાન ૧૮મા ગૃહનો કાર્યકાળ ૨૦૨૭ માં સમાપ્ત થઈ રહ્યો છે, જેના કારણે રાજ્યમાં આગામી વિધાનસભા ચૂંટણી ફેબ્રુઆરી અને માર્ચ ૨૦૨૭ ની વચ્ચે યોજાવાની શક્યતા છે. દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં વિધાનસભામાં કુલ ૪૦૩ બેઠકો છે, અને કોઈપણ રાજકીય પક્ષ અથવા જાડાણને સરકાર બનાવવા અથવા બહુમતીની જાદુઈ સંખ્યા પ્રાપ્ત કરવા માટે ઓછામાં ઓછી ૨૦૨ બેઠકોની જરૂર છે.









































