સાવરકુંડલાના પાર્શ્વ જયેશભાઈ મહેતા અને અમદાવાદના નમ્ર પરીખની ટીમ ‘અર્હમ ટેકવિઝન’ કનડ શિલ્ડ હેકાથોનમાં વિજેતા બની હતી. ટીમે સાયબર સિક્યુરિટી ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરી AI આધારિત ફોરેન્સિક એનાલિસિસ સિસ્ટમ વિકસાવી હતી. આ સિસ્ટમ CCTV ફૂટેજનું વિશ્લેષણ કરી ચહેરા અને વાહનની નંબર પ્લેટની ઓળખ કરવામાં મદદરૂપ બને છે. ટીમમાં નિરમા યુનિવર્સિટીના નમ્ર પરીખ અને ન્યુ એલ.જે. યુનિવર્સિટીના પાર્શ્વ મહેતા સામેલ હતા.