રાજુલાના હોસ્પિટલ ચોક વિસ્તારમાં ઈદે મિલાદના જુલુસ દરમિયાન હજારો લોકોની ભીડ એકત્ર થઈ હતી. તે દરમિયાન દર્દીને લઈને પસાર થતી ૧૦૮ એમ્બ્યુલન્સ જુલુસમાં ફસાઈ ન જાય તે માટે રાજુલા પોલીસે તાત્કાલિક કામગીરી કરી હતી.પી.આઈ. કોલાદરા સહિત પોલીસ સ્ટાફે ભારે ભીડ વચ્ચે એમ્બ્યુલન્સને સુરક્ષિત રીતે રસ્તો પસાર કરાવ્યો હતો. પોલીસની માનવતાભરી કામગીરીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકો દ્વારા રાજુલા પોલીસની કામગીરીને બિરદાવવામાં આવી રહી છે.










































