લીલીયા મોટાથી કૃષિ ઉત્પાદનોના પરિવહનને વેગ આપવા ૧૩૫૦ ટન ઘઉંનો જથ્થો રેલવે રેક મારફતે તામિલનાડુ મોકલવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય જિગ્નેશ સાવજ તથા તેમની ટીમે સ્થળની મુલાકાત લઈ લોડિંગ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે સમગ્ર આયોજનને બિરદાવ્યું હતું. રેલવે મારફતે કૃષિ પેદાશોના પરિવહનથી લીલીયા મોટા તથા આસપાસના ખેડૂતો અને વેપારીઓને લાભ મળશે તેમજ અન્ય રાજ્યોમાં માલ મોકલવાની પ્રક્રિયા વધુ ઝડપી બનશે.