અમરેલી જિલ્લામાં વિવિધ સ્થળેથી ૮ મહિલા સહિત ૧૯ લોકો પાસેથી દેશી દારૂ મળ્યો હતો. પોલીસે કુલ મળીને ૧૧૬ લીટર પીવાનો દેશી દારૂ જપ્ત કરીને ધોરણસરની કાર્યવાહી કરી હતી. જિલ્લામાં ત્રણ જગ્યાએથી દેશી દારૂ બનાવવાનો આથો ઝડપાયો રહ્યો હતો. અમરેલીમાં ચિત્તલ અને મોણપુર રોડ પર બે જગ્યાએથી ૩૧૦ લીટર તથા તાતણીયા ગામેથી ૪૦ લીટર દેશી દારૂ બનાવવાનો આથો મળ્યો હતો. આ સિવાય જિલ્લામાંથી છ લોકો કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા મળી આવ્યા હતા.










































