અમરેલી શહેરમાં ૮૦મા રાજ્ય કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે ૧૩ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ હતી. આ યાત્રામાં ૩૦૦ મીટર લાંબો વિશાળ રાષ્ટ્રધ્વજ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. અમરેલી જિલ્લા પોલીસ વડા (SP), વહીવટી તંત્ર અને પોલીસ પરેડ ગ્રાઉન્ડના સંયુક્ત સહયોગથી યોજાયેલી આ યાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. આ યાત્રામાં મોંઘીબા મહિલા આટ્ર્સ કોલેજના NCC વિભાગની ૫૦ કેડેટ્સે લેફ્ટનન્ટ મનીષા સાગઠીયાના માર્ગદર્શન હેઠળ દેશભક્તિના નારાઓ સાથે ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ રાષ્ટ્રભાવનાસભર કાર્યક્રમમાં ઊર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા, સાંસદ ભરતભાઈ સુતરિયા, કલેક્ટર, SP સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો સહભાગી બન્યા હતા.









































