લીલીયા અમૃતબા વિદ્યાલય ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ અને અમરેલી જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા સંસ્કૃત સપ્તાહ નિમિત્તે ગૌરવ યાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ શ્રીમદ્ ભગવદ્ ગીતા, રામાયણ, બૃહદ્ સંહિતા સહિતના ગ્રંથો સાથે શહેરના માર્ગો પર ગૌરવ યાત્રા યોજી હતી. સંસ્કૃતના શ્લોકો, વેશભૂષા અને ગરબાથી સમગ્ર વાતાવરણ સંસ્કૃતમય બન્યું હતું. ત્યારબાદ ચિત્ર, નિબંધ, વક્તૃત્વ, રંગોળી અને વેશભૂષા સહિતની સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે સભ્ય સચિવ અરવિંદભાઈ આચાર્ય, હસમુખભાઈ કરડ, કે.જે. ઉપાધ્યાય, જે.ટી. આચાર્ય સહિત રાજકીય આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.









































