અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત મોંઘીબા મહિલા આટ્ર્સ કાલેજ, અમરેલીની એફ.વાય.બી.એ.ની વિદ્યાર્થિની જતાપરા જાનવીએ રાજકોટ મુકામે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આયોજિત અને એચ. એન. કોટક સાયન્સ કાલેજ,રાજકોટ સંચાલિત આંતર કાલેજ જુડો સ્પર્ધામાં -૬૩ કે.જી. વજન કેટેગરીમાં તૃતીય ક્રમ હાંસલ કરીને કાલેજનું ગૌરવ વધાર્યું છે.આ શ્રેષ્ઠ સિદ્ધિ બદલ જાનવી જતાપરાને તાલીમ આપનાર ડી.એલ.એસ.એસ.ના કોચ ધ્રુવરાજ તથા માર્ગદર્શક ડા. જયશ્રીબેન મકવાણાને કાલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડા. વિલાસબેન સોરઠિયા, વિદ્યાસભાના ટ્રસ્ટીઓ તેમજ સમગ્ર કાલેજ સ્ટાફ પરિવારે ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી છે.










































