શ્રીજી વિદ્યાર્થી ભુવનમાં શ્રાવણ માસના પ્રથમ સોમવારે વિદ્યાર્થીઓ દ્વારા માટીના શિવલિંગ બનાવી તેનું પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. શાળાના સંચાલક દીપકભાઈ વઘાસિયાએ પાર્થેશ્વર શિવલિંગનું મહાત્મ્ય સમજાવી બાળકો દ્વારા બનાવેલા શિવલિંગની પ્રશંસા કરી હતી. વિદ્યાર્થીઓએ ભજનો અને સ્તુતિ રજૂ કર્યા હતા. ઝવેરચંદ મેઘાણીની જયંતી નિમિત્તે મેઘાણીના ગીતો પણ રજૂ કરાયા હતા. શિક્ષકોએ મેઘાણીના જીવન અંગે માહિતી આપી હતી.