ભારતીય બંધારણના ઘડવૈયા ડો. ભીમરાવ આંબેડકરની ૧૩૫મી જન્મ જયંતિ નિમિત્તે કવિ કલાપીની ભૂમિ લાઠીમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. લાઠી આંબેડકર દલિત પરિષદ અને ડો. આંબેડકર ગ્રુપ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં એક વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેનું ગામમાં ઠેર-ઠેર ઉત્સાહભેર સ્વાગત કરાયું હતું.આ પ્રસંગે અગ્રણીઓએ બાબાસાહેબના “શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો” ના મંત્રને યાદ કરી તેમને કોટિ-કોટિ વંદન કર્યા હતા. ગ્રામજનોએ સામાજિક સમરસતા, શિક્ષણ અને એકતા જાળવી રાખવાનો સંકલ્પ કરી બંધારણીય આદર્શોને અનુસરવાની નેમ વ્યક્ત કરી હતી.








































