શિક્ષણમાં આધુનિક ટેક્નોલોજીના સમન્વય સાથે અમરેલીની ડો. કલામ ઇનોવેટિવ સ્કૂલે એક નવી ઊંચાઈ હાંસલ કરી છે. જીઓ કંપની દ્વારા આ સંસ્થાને અમરેલી જિલ્લાની સૌપ્રથમ “એ.આઈ. રેડી સ્કૂલ” (છૈં ઇીટ્ઠઙ્ઘઅ જીષ્ઠર્રર્ઙ્મ) તરીકે જાહેર કરી સન્માનિત કરવામાં આવી છે.શાળામાં સ્થાપિત અદ્યતન એ.આઈ. કન્ટેન્ટ ક્રિએટર લેબ અને ડિજિટલ પ્રવૃત્તિઓને ધ્યાને રાખીને આ પ્રતિષ્ઠિત સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું છે. આ પ્રસંગે જીઓ અમરેલીના હેડ ગોહિલ સાહેબે શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા. શાળાના સંચાલક મંડળે જણાવ્યું કે, વિદ્યાર્થીઓને ભવિષ્યની ટેક્નોલોજી માટે તૈયાર કરવાના સંકલ્પને આ સિદ્ધિથી નવું બળ મળ્યું છે. આ સિદ્ધિ બદલ સમગ્ર અમરેલી અને સૌરાષ્ટ્રના શિક્ષણ જગતમાં હર્ષની લાગણી ફેલાઈ છે અને વાલીઓ તેમજ શિક્ષણપ્રેમીઓએ શાળાની આ અવિરત મહેનતને બિરદાવી છે.








































