બોટાદ જિલ્લા કક્ષાનો ‘સ્વાગત’ ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા. ૩૦/૦૪/૨૦૨૬ના રોજ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાશે. નિવાસી અધિક કલેક્ટરના જણાવ્યા અનુસાર, આ કાર્યક્રમમાં નાગરિકો પોતાના વ્યક્તિગત પ્રશ્નોની રજૂઆત કરી શકશે.જેમાં ખાસ કરીને ગ્રામ કે તાલુકા કક્ષાએ અનિર્ણીત રહ્યા હોય તેવા પ્રશ્નો તેમજ જિલ્લા કક્ષાએ ઉકેલી શકાય તેવી બાબતોને પ્રાધાન્ય આપવામાં આવશે. જોકે, કોર્ટ મેટર અને સર્વિસ મેટરને લગતી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં. અરજદારે જરૂરી આધાર પુરાવા સાથે હાજર રહી એક જ વિષય પર રજૂઆત કરવાની રહેશે. પ્રજાના પ્રશ્નોના ઝડપી ઉકેલ માટે વહીવટી તંત્ર દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે.











































