ધોરાજીની જાણીતી સંસ્થા મદ્રસા-એ-મસ્કીનિયા દ્વારા આગામી તારીખ ૨૨-૦૪-૨૦૨૬, બુધવારના રોજ એક વિશેષ ‘હજ્જ તરબિયત ઈજતેમા’નું આયોજન કરવામાં આવ્યું છે. આ તાલીમ શિબિરમાં ભરૂચના પ્રખ્યાત ટ્રેનર હાફિઝ અબ્દુર્રહીમ સાહેબ બરકાતી (મુબલ્લિગે સુન્ની દાવતે ઇસ્લામી) ખાસ હાજરી આપશે. તેઓ હજ્જ અને ઉમરાહના અરકાન, મસાઈલ, સફા-મરવાહની સઈ, આબે ઝમઝમ પીવાની રીત અને મદીના શરીફની હાજરીના આદાબ વિશે પ્રેક્ટિકલ તાલીમ આપશે.સંસ્થાના ઇન્ચાર્જ પ્રિન્સીપાલ નવાઝ મૌલાના સાહેબ, મુફતી મુનવવર રઝા સાહેબ, સુફી સાહેબ અને સૈયદ શકીલ મૌલાના સહિતના શિક્ષકગણે ધોરાજી તથા આસપાસના ગામના તમામ હજયાત્રીઓને આ શિબિરમાં ઉપસ્થિત રહેવા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે. મહિલાઓ માટે પરદા સાથે બેસવાની અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઇજતેમામાં જોડાવા ઈચ્છતા તમામ હાજીઓએ મુફતી મુનવવર રઝા સાહેબના મો. નંબર ૯૮૨૪૧૪૪૯૨૧ પર સંપર્ક કરી પોતાનું નામ વહેલી તકે નોંધાવી દેવા વિનંતી કરવામાં આવી છે.