સાવરકુંડલા નગરપાલિકાની આગામી ચૂંટણી પૂર્વે જ સ્થાનિક રાજકારણમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. પક્ષ દ્વારા ટિકિટની ફાળવણીમાં અવગણના થતાં ભાજપના પાયાના બે મજબૂત નેતાઓ ધર્મેન્દ્ર મહેતા અને અનિરુદ્ધસિંહ વાજાએ કેસરીયો ત્યાગીને કોંગ્રેસનો હાથ પકડતા ભાજપ છાવણીમાં સોંપો પડી ગયો છે. વોર્ડ નંબર ૬ ના વર્તમાન સભ્ય ધર્મેન્દ્ર મહેતાએ પક્ષના તમામ હોદ્દા પરથી રાજીનામું ધરી દઈને હવે કોંગ્રેસના બેનર હેઠળ વોર્ડ નંબર ૬ માંથી જ ઉમેદવારી નોંધાવી છે. તેવી જ રીતે શક્તિકેન્દ્રના પૂર્વ પ્રમુખ અનિરુદ્ધસિંહ વાજાએ પણ નારાજગી વ્યક્ત કરી વોર્ડ નંબર ૧ માંથી કોંગ્રેસ પક્ષ તરફથી પોતાનું ફોર્મ ભરતા હવે ચૂંટણી જંગ રસપ્રદ બન્યો છે.